ધાનેરામાં રહેણાંક વિસ્તારમાં આવેલ ગેસનું ગોડાઉન રજૂઆતને અંતે સીલ

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા ધરણીધર શોપિંગમાં ગેસના ડીલરનું ગોડાઉન આવેલું હતું અને ત્યાં આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી અવાર-નવાર રજૂઆતો થતાં મામલતદારે સીઝ કર્યુ હતું. અને ગોડાઉન માલિક સામે કાર્યવાહી શરૂ કરી હતી. ધાનેરામાં શિવશક્તિ ગેસ એજન્સીનું ગોડાઉન પણ રહેણાંક તેમજ શોપિંગમાં આવેલું છે. આ બાબતે મામલતદારને રજૂઆતો મળતા પુરવઠા નાયબ મામલતદારને સાથે રાખીને બુધવારે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાં સ્ટોક કરતાં વધારે ગેસના બાટલાઓ મળી આવ્યા હતા. આ તપાસમાં આ ગોડાઉનમાં ઘરેલું તેમજ વાણિજ્ય ઉપયોગના ખાલી અને ભરેલા 82 બાટલાઓ મળી આવ્યા હતા. જેમાં કોમર્શિયલના બે બાટલા અને ઘરેલું વપરાશના ભરેલા 33 બાટલાઓ તેમજ 44 ખાલી બાટલાઓ આ ગોડાઉનમાં મળી આવ્યા હતા.ગોડાઉનના માલિક પ્રાગાભાઇ વિહાભાઇ પટેલની પુછપરછ કરવામાં આવતા કોઇ સંતોષકારક જવાબ ના મળતા આ ગોડાઉનને સીઝ કરવામાં આવ્યું હતું. આ અંગે ધાનેરા મામલતદાર અને પ્રોબેશનલ પ્રાંત અધિકારી સાજન મેરે જણાવ્યું હતું કે અમોને લોકોને ફરિયાદ મળતા આ ગોડાઉનની તપાસ કરવામાં આવતા આ ગોડાઉનમાં સ્ટોકપત્રક પ્રમાણે બાટલાઓ ન હોવાથી તેમજ માલિક દ્વારા સંતોષકારક જવાબ ન મળવાના કારણે, ગેસ સિલીન્ડર અનઅધિકૃત રીતે ઘરેલું તેમજ કોમર્શિયલ બાટલાઓ રાખેલા હતા. આ ગોડાઉન બજારની વચ્ચે જ્યાં લોકોની અવર-જવર મોટા પ્રમાણમાં રહે છે તેવી જગ્યાએ આ ગોડાઉન હતું. જેથી આ ગોડાઉનને તેમાં રાખેલ 82 બાટલાઓ સાથે સીઝ કરવામાં આવ્યું છે અને તે ગોડાઉનમાંથી એકપણ બાટલો વેચી કે અરસપરસ પણ કરી શકશે નહી.ગેસના બાટલા ભરેલ એક ટ્રક પણ પકડી હતી.

Comments (0)
Add Comment