ખોડાભા હોલ ખાતે જીવદયા પરિવાર દ્રારા આયોજિત હેરિટેજ ગરબા 2023- નું મંડપ મૂહુર્ત કરાયું..

ખેલૈયાઓને હેરિટેજ ગરબા મહોત્સવ મા પધારવા નિમંત્રણ અપાયું..

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બુદ્ધિક ભારત પાટણ

પાટણ ઊંઝા હાઈવે રોડ પર આવેલા તમામ પ્રકારની સુવિધાઓથી સજજ ખોડાભા હોલ ખાતે પાટણના ખેલૈયાઓ માટે પાટણ જીવદયા પરિવાર આયોજિત હેરિટેજ ગરબા 2023 નવરાત્રી મહોત્સવ નું જીવદયા પ્રેમી યુવાનોની વિશાળ ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જીવદયા પરિવાર પાટણ દ્રારા આયોજિત કરાયેલ હેરિટેજ ગરબા 2023 નવરાત્રી મહોત્સવ નું મંડપ મૂહુર્ત ગુરૂવારના પવિત્ર દિવસે ખોડાભા હોલના વિશાળ પ્રાંગણમાં ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે કરાયું હતું.
ટાટા મોટર સ્પોન્સર અને પેનવાલા કો.સ્પોન્સરના સહયોગથી ખોડાભા હોલ ખાતે આયોજિત હેરિટેજ ગરબા 2023 નવરાત્રી મહોત્સવ ના મંડપ મૂહુર્ત પ્રસંગે મોટી સંખ્યામાં જીવદયા પરિવારના સભ્યો એ ઉપસ્થિત રહી નવરાત્રી મહોત્સવ સુખરૂપ સંપન્ન બને તેવી કામના વ્યકત કરી પાટણના ખેલૈયા ઓને હેરિટેજ ગરબા 2023 મા રાસગરબા ની રમઝટ માટે ખોડાભા હોલ ખાતે પધારવા નિમંત્રણ આપ્યું હતું.

Comments (0)
Add Comment