ગુજરાત સરકારે દિવ્યાંગોને સરકારી ભરતીઓમાં 4 ટકા અનામત આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં વર્ગ 1 થી વર્ગ 3 સુધીની તમામ જગ્યાઓ ઉપરની સીધી ભરતીમાં દિવ્યાંગોને 4 ટકા અનામત આપવામાં આવશે. તેમજ જે જગ્યાઓ ઉપર અનામતમાંથી મુક્તિ આપી હોય એ જગ્યાઓ સિવાયની સીધી ભરતીમાં દિવ્યાંગ વ્યક્તિઓને 4 ટકા અનામત આપવામાં આવશે. આમ આ અગાઉ માત્ર પંચાયત વિભાગની સીધી ભરતીમાં 4 ટકા અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે વર્તમાન સમયમા રાજ્ય સરકારની તમામ જગ્યાઓ ઉપર 4 ટકા અનામત આપવામાં આવશે.