ધાનેરાની યુવતી પર રાજસ્થાનના સાસરિયાંઓએ ત્રાસ ગુજાર્યો

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારર ધાનેરા

ધાનેરાની યુવતીના લગ્ન 15 વર્ષ અગાઉ રાજસ્થાનમાં થયા હતા. જેના ઉપર સાસરીયાઓએ દહેજ માંગી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જેણે ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ધાનેરાના લાધાપુરા વિસ્તારમાં રહેતા તાજમહંમદ ફિરોજખાન બેલીમની દીકરી અલ્લારખીના લગ્ન 20 વર્ષ પહેલા મીસરીખાન ગુલાબખાન બલોચ (રહે. ભાગવેરી તા. ધોરીમન્ના જી. બાડમેર રાજસ્થાન) ખાતે થયા હતા. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરીઓ છે. જોકે, અલ્લારખીના જેઠ તથા દિયર દ્વારા તેના પતિને ચડામણી કરવામાં આવતી હતી.દહેજ બાબતે પણ મેણા ટોણા મારવામાં આવતા હતા. આથી તેણી છેલ્લા ચારેક વર્ષથી પોતાના દીકરા દીકરીઓ સાથે ધાનેરા પોતાના પિયરમાં રહેવા આવ્યા હતા. ત્યારે 20 સપ્ટેમ્બર ના રોજ અલ્લા રખીના પતિ, દિયર જેઠ વગેરે રાજસ્થાનથી ગાડી લઇને ધાનેરા આવેલ અને મારઝુડ કરી હતી. આ અંગે તેણીએ પોતાના પતિ મુરીદખાન મીસરીખાન બલોચ તથા જેઠ દિયર મુલુખાન મીસરીખાન બલોચ, રજાકખાન મુરાદખાન બલોચ, ફોટાખાન મીરાખાન બલોચ (તમામ રહે. ભાગવેરી તા. ધોરીમન્ના જી. બાડમેર રાજસ્થાન) સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Comments (0)
Add Comment