રિપોર્ટર ઇકવાલ સાહેબ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
પાટણ શહેરના બગવાળા દરવાજા પાસે સરકારી હોસ્પિટલના મુખ્ય માર્ગ પર ગતરોજ રાત્રીના સમયે એક સાપ રોડ પર આવી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં આફડા તફડી મચી જવા પામી હતી અને સાપ નીકળતા એક બાજુનો આખો માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો અને લોકોના ટોળેટોળા સાપને જોવા ઉમટી પડ્યા હતા ત્યારે આ સાંપ કોઈને ઇજા ન પહોંચાડે કે નુકસાન ન કરે તે પૂર્વે એક જીવ દયા પ્રેમીએ આ સાપ ને એક બરણી માં બંધ કરી દેતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે એક ટીખડી ખોર ઇસમે આ સાપને નુકસાન કરવાના પ્રયાસો પણ કરાતા સ્થાનિક જીવ દયા પ્રેમીઓ વચ્ચે બબાલ પણ થઈ હોવાનું જોવા મળ્યું હતું