એટા પ્રાથમિક શાળાની દીકરીઓએ ખો-ખો ની રમતમાં જિલ્લા કક્ષાએ ઝળકી

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના એટા ગામની પ્રાથમિક શાળાની દીકરીઓએ અંડર-14 ખો-ખો ની રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા બની છે. એટા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓએ ખો-ખો ની રમતમાં પોતાનું કૌશલ્ય બતાવી જિલ્લા કક્ષાએ રમાયેલી અંડર-14 ની ખો-ખો ની રમતમાં બનાસકાંઠા જિલ્લા લેવલે જીત મેળવી હવે રાજ્ય કક્ષાના રમત મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા વતી પ્રતિનિધિત્વ કરશે. 23 સપ્ટેમ્બરનાં રોજ થરાદ તાલુકાના ભોરડુંની વીર ભગતસિંહ હાઇસ્કુલમાં જિલ્લા કક્ષાની શાળાકીય રમત સ્પર્ધા યોજાઈ હતી. ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ.ટી.પટેલ સાથે ઉપવેદ સાયન્સ સ્કૂલનાં મેનેજીંગ ડિરેકટર મયુરભાઈ ઠાકોર એટા પ્રાથમિક શાળામાં પહોંચી બાળકીઓનું સન્માન કર્યું હતું.

Comments (0)
Add Comment