પાટણમાં ઈદે મીલાદુન્નબી પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું. ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા.

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

પાટણ શહેરમાં આજરોજ ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા ની વિલાદત ની યાદમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે પાટણ શહેરમાં ઇદે મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.ઈસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ મુસ્તફા ની વિલાદત ની યાદમાં પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબી ના પર્વ પ્રસંગે આજરોજ પાટણ શહેરના ઈકબાલ ચોક થી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું .જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
જ્યારે આ ઝુલુસમાં વિવિધ બેનરો અને સરકાર કી આમદ મરહબા ના ઝંડાઓ એ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળેલુ જુલૂસ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત પોતાના મહોલ્લામાં ગયું હતું .આ જુલુસ મા મુસ્લિમ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા.ઝુલુસ ના રૂટ પર ઠેરઠેર પાણી ,શરબત ના કેમ્પ યોજાયા હતા જેનો લાભ મુસ્લિમ સમાજ ના લોકો એ લીધો હતો. પાટણ શહેરના ઈક્બાલ ચોક ,ટાંક વાડા બોકરવાડા પાંચપાડા ગંજ શહીદ પીર સહિત ના વિવિધ વિસ્તારો માં ઇદે મિલહુલાબી ની ખુશી માં ભવ્ય રોશની અને સજાવટ કરવામાં આવી હતી. જ્યારે આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પાટણના લોક લાડીલા અને એક્ટિવ ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલનું ફૂલહાર પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું હતું.

Comments (0)
Add Comment