રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભૂજ
જીયાપર તા નખત્રાણા અહીં આવેલ કચ્છ કડવા પાટીદાર ચોપડા પરિવારના પિતૃ દેવ શ્રી જીવરાજ દાદા ની વાર્ષિક તિથિ ભાવ ભક્તિમય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગલી રાત્રે બાબુભાઈ બાથાણી શિવાની બેન ભગત મીરાબેન માવાણી કવિ પંખી મગનભાઈ ચોપડા બાબુભાઈ વેલાણી દ્વારા ભક્તિમય ભજનો રજુ કરવામાં આવ્યા હતા દિનેશભાઈ ગોરાણી પ્રવીણભાઈ ગોરાણી બાબુભાઈ ચોપડા વગેરે વાજિંત્રો ઉપર પોતાની રમઝટ બોલાવી હતી 300 વર્ષ ઉપરાંત થી ભાદરવા શુભ તેરસના સવારથી જ પરિવારજનો દ્વારા દાદા ના સ્થાને કે પધારી દાદા ના વધામણા પૂજન અને મહા આરતી જેવા પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ પરિવાર જનો દ્વારા જનરલ સભાનું આયોજન સભા પ્રમુખશ્રી પચાણભાઈ ચોપડા ગામ રત્નાપર મઉ વાળા ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી સંચાલન પરેશભાઈ ચોપડા લાયજા વાળા જ્યારે આભાર વિધિ કવિ પંખી મગનભાઈ ચોપડાએ કરી હતી. ત્યારબાદ દીકરી (નિયાણીઓને) સ્વઇરછાએ દાન ભેટ અપાઈ હતી બે દિવસ તિથિ ઉત્સવના ભોજન ના દાતાર શ્રી ધનજીભાઈ રામજી ચોપડાના અમૃતભાઈ ચોપડા ગામ રત્નાપર મઉવાળા રહ્યા હતા તમામ વ્યવસ્થા પરિવારના યુવક મિત્રોએ સંભાળી હતી એમ કવિ પંખી મગનભાઈ ચોપડાએ જણાવ્યું હતું