રિપોર્ટર વિજય ઠક્કર બૌદ્ધિક ભારત ગાંધીનગર
ગુજરાત સહિત ભારતભરમાં કેટલાક લોકો પી.એચ.ડી ની ડીગ્રી માટે પણ ભૂતિયા લોકો પાસે થીસિસ લખાવી દેતા હોય છે. તેમજ કેટલાક રાજકીય નેતાઓના સાહિત્યક પુસ્તકો – કવિતાઓ રૂપિયા લઇને ભૂતિયા લેખકો લખી દેતા હોવાના સમાચારો પણ અવાર-નવાર મીડીયામાં આવેલા છે. હવે સાહિત્ય જગતમાં પણ આવુ બનવાની શરૂઆત પણ થઈ હોવાનું કેટલા સાહિત્ય વર્તુળમાં ચર્ચાય છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે એક કહેવાતા મહિલા સાહિત્યકારે, બબ્બે પુસ્તકોનું વિમોચન ગાંધીનગર ખાતે યોજ્યું હતું. ત્યારે સાચા અને સંનિષ્ઠ સાહિત્યકારો અને કવિઓ મરક-મરક હસતા હતા. હવે તો સાહિત્યકારની અને કવિઓની બેનામી હાટડીઓ ફાટી નીકળે તો નવાઇ નહીં…! વિમોચનના આ કાર્યક્રમમાં જેટલા આમંત્રણ કાર્ડ આપવામાં આવેલા તેમાંથી લગભગ માંડ ૨૫% જ હાજર રહેલા હતા. આમ આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો જ ગણાય. કેટલાક મહાનુભાવો તો ગાંધીનગરના બે પ્રતિષ્ઠિત વ્યક્તિ આવવાના છે, તેમ માની આવેલ હતા. અલબત્ત આ બે મિત્રોએ ગેરહાજર રહેવાનું મુનાસીબ માનેલ. સૌથી વધુ હાસ્યાસ્પદ અને કાર્યક્રમના ફિયાસ્કાની વાત એ છે કે મોટે ઉપાડે જે વ્યક્તિને ખાસ મુખ્ય અતિથી બનાવેલા અને બેનરમાં પણ નામ લખેલ તે જ આવ્યા નહીં! તેમજ લેખિકાના કોઈ કુટુંબીજનો પણ આ કાર્યક્રમમાં આવેલ નહિ. સાહિત્ય જગતમાં ચાલતી ચર્ચા મુજબ આ ખાસ અતિથી વિમોચન પ્રસંગે એટલા માટે આવ્યા નહી કે ક્યાંક લોકોની નજરે ચડી જઈશું તો..! (તસ્વીર પ્રતીકાત્મક છે)