રીપોટર ઈકબાલ એમ ફકીર બૌદ્ધિક ભારત બૌદ્ધિક ભારત પાટણ
પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારનો પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં સન્માન સમારોહ યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આંબેડકર હોલ પાટણ ખાતે દુ:ખવાડા યંગસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા નવ નિયુક્ત પ્રમુખ હિરલબેન પરમાર નું મહિલાઓ દ્વારા તલવાર,શાલ અને મોમેન્ટ આપી ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સાથે સાથે નવનિયુક્ત પ્રમુખે સમાજના વડીલ આગેવાન સેવંતી કલા ના આશીર્વાદ પણ લીધા હતા.ત્યારે સમાજ ના આગેવાન અને વયો વૃદ્ધ સેવંતી કલા કાકા એ નવ નિયુક્ત પ્રમુખ હિરલબેન પરમાર નું સન્માન સ્વાગત કરી તેઓ રાજકીય ક્ષેત્રે ખુબજ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી દુ:ખવાડા યંગગસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ મનોજ પટેલ સહિત ના ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પણ સન્માન સ્વાગત કર્યું હતું.તો આ પ્રસંગે ઉપસ્થિત મહેશ જાધવ અને અજય પરમાર નું પણ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ, ઉપપ્રમુખ અરૂણલાલ સહિત દુ:ખવાડા યંગસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ પાટણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.