સિદ્ધપુર હાઇવે પર ટાયરની દુકાનમાં લૂંટનો પ્રયાસ.

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત ન્યુઝ પાટણ

સિધ્ધપુરના દેથળી – તાવડીયા હાઇવે પર આવેલ ગોકુલધામ કોમ્પ્લેક્સ પાસે આવેલી મારુતિ નંદન ટાયર્સ નામની દુકાનમાં ગત મોડી સાંજે દુકાનના વેપારી મુકેશભાઈ પટેલ પોતાની દુકાનમાં હિસાબ કરી રહ્યા હતા જોકે ટાયર્સના વેપારી મુકેશ પટેલ આંગડિયા પેઢી પણ ચલાવતા હોવાથી સાંજે હિસાબ કરતા હતા તે દરમ્યાન એક કાળા રંગની કારમાં આવેલ ચાર શખ્શો ખુલ્લી તલવારો લઇ દુકાનમાં ઘુસ્યા હતા અને દુકાનના માલિક મુકેશ પટેલ પર તલવારથી હુમલાનો પ્રયાસ કર્યો હતો જોકે વેપારીએ બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા લૂંટારુઓ કાર લઈને ભાગ્યા હતા. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

Comments (0)
Add Comment