રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
ભારતીય જનતા પાર્ટી વર્ષોથી હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો આવે છે તે તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરતી હોય છે જેમ કે દિવાળી હોય શિવરાત્રી હોય હોળી હોય કે પછી ગણેશ ઉત્સવ હોય તે પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી પાટણ શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણકા રાજા ગણપતિ મહોત્સવ નો પાંચ દિવસિય મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન પાટણ કા રાજા ગણપતિ મહોત્સવને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આનંદના ગરબા ગીત સંગીતના કાર્યક્રમ ડાયરા ના કાર્યક્રમો યજ્ઞ સહિત સમૂહ આરતીના વિવિધ કાર્યક્રમો યોજી હિન્દુ સંસ્કૃતિના કાર્યક્રમોને હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉજાગર કરવાનું કાર્ય કરતી હોવાનું પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ જણાવી આજરોજ પાટણકા રાજા ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં પાટણ શહેરના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દાદાને શાશ્ત્રોક્ત વિધિ વિધાનથી તેઓની આરતી અને પૂજા પાઠ કર્યા બાદ તેઓનું વિસર્જન વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું ત્યારે જુનાગજ બજાર ખાતેથી ગણપતિ વિસર્જન ને લઇ ભાવિક ભક્તો અબીબ ગુલાલની છોડો વચ્ચે નાચતે ગાજતે દાદાને ઝાલેશ્વર પાલડી ખાતે વિસર્જન કરવા લઈ ગયા હતા