રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાથી અંબાજી જવા માટે વર્ષોથી વહેલી સવારે ઉપડતી બસ એસ.ટી. વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવતા ધાનેરા તાલુકાના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બસ ચાલુ કરાવવા માટે ધાનેરા ભાજપના અગ્રણીઓને પણ રજૂઆતો કરી છે.
ધાનેરાથી અંબાજી જવા વહેલી સવારે ઉપડતી બસ થોડાક મહીના પહેલા બંધ કરી દેવામાં આવતા અંબાજી જતા લોકો માટે તેમજ ધાનેરા થી પાલનપુર જતા લોકો માટે મુશ્કેલી ઉભી થવા પામી છે. તેમજ એસ.ટી. વિભાગ સામે પણ નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે લોકો સાંસદ પરબતપટેલ, ભાજપના અગ્રણી ભગવાનભાઇ પટેલને બસ ચાલુ કરવા માટે માંગણી કરી છે. કરણભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ધાનેરા તાલુકાને એસ.ટી વિભાગ દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવે છે. મોટા ભાગની એસ.ટી. બંધ કરી દેવામાં આવી છે. અને તેના કારણે ગામડાઓમા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે.સરકાર વિધાર્થીનીઓને મફતમાં મુસાફરીની વાતો કરે છે પરંતુ બસ ન હોવાથી મફતમાં મુસાફરીની વાત જ નથી આવતી.