૭ વર્ષમાં બે પુરુષ સાથે લગ્ન કર્યા, અમદાવાદની સપનાએ

છાપી પોલીસ સૂત્રો દ્રારા મળતી હકીકત મુજબ મૂળ ચંગવાડા ગામના રાકેશભાઈ શંકરભાઈ પટેલના લગ્ન સાત વર્ષ પૂર્વે અમદાવાદ (હાથીજણ)માં રહેતા ચંદુભાઈની દીકરી સપના સાથે થયા હતા. જાેકે પત્ની દ્રારા વારંવાર પૈસાની માંગણી કરી પતિને તેમજ પરિવારને ધમકીઓ આપી અમદાવાદ જતી રહેતી હતી અને અમદાવાદમાં ભરપોષણનો દાવો પણ માંડ્યો હતો. જાેકે, બાદમાં સમજાવટ કરી ફરી ઘર સંસાર શરૂ કર્યો હતો ત્યારે બાદ ફરી પૈસાની માંગણી કરી પતિને ઘરમાંથી કાઢી મૂકી કહ્યું હતું કે પૈસા લઈને આવજે નહિ તો રાતે ગળું દબાવી મારી નાખીશ તેવી ધમકી આપી ફરીથી જતી રહી હતી. દરમિયાન પીડિત પતિએ પોતાના મોબાઈલમાં ફેસબુકમાં અન્ય યુવક સાથે પત્નીના પ્રેમાલાપના ફોટા જાેયા બાદ તે યુવકનો સમ્પર્ક કરતાં આ યુવક ગાંધીનગર પાસે આવેલ ગિયોડ ગામનો વિષ્ણુભાઈ કોદરભાઈ ચૌધરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પૂછપરછ કરતા તેને સપના સાથે લગ્ન કર્યાના પુરાવાઓ આપી અને તેને જણાવ્યું હતું કે સપના મારી પત્ની છે અને અમોએ વર્ષ ૨૦૧૯માં મંદિરમાં લગ્ન કર્યા હતા. જ્યારે સપનાએ કહ્યું હતું કે તે અપરણિત છે. જાેકે એક માસ મારી પાસે રહી ભાગી ગઈ છે તેથી પ્રથમ પતિએ પોતાની પત્ની વિરુદ્ધ જાનથી મારી નાખવા સહિત કાયદેસર છુટાછેડા લીધા વગર અન્ય યુવક સાથે લગ્ન કરી ઠગાઈ કરવા અંગેની છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પ્રેમાંધ પત્ની વિરુદ્ધ ફિટકાર વર્ષી રહી છે.

Comments (0)
Add Comment