પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા મોબાઇલ મેડિકલ વાન આપવામાં આવી હતી અને તેની સર્વિસ પણ લોકો સુધી સારી રીતે પહોંચતી હતી પરંતુ તે મોબાઇલ વાન જુની થતાં ફરીથી આરોગ્ય વિભાગ અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ધાનેરામાં નવી મોબાઇલ મેડિકલ વાન આપવામાં આવી હતી. તેનું લોકાર્પણ ધાનેરા સીએચસીના ગાયનેક ડો.મહેશભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું. મેડિકલ વાનમાં બ્લડ પ્રેસર, લેબોરેટરી ટેસ્ટ જેવા કે હેમોગ્લોબીન, મલેરિયા, ડાયબિટીસ તથા યુરિનના રિપોર્ટ પણ કરી આપવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણે દવા પણ આપવામાં આવે છે. આ મેડિકલ મોબાઇલ વાનમાં મેડીકલ ઓફિસર, પેરા મેડીકલ, લેબ ટેકનીશીયન તથા ડ્રાઇવર ફરજ બજાવે છે.