પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા શહેરમાં મોટા પ્રમાણમાં શોપિંગ બન્યા છે પરંતુ મોટાભાગના શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની સુવિધા ન હોવાના કારણે લોકો આડેધડ રસ્તા ઉપર પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થવા પામી છે અને કેટલાક શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગની જગ્યાઓ પણ વેચાઇ જવા પામી છે. આ બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવાલોક માંગ ઉઠવા પામી છે. ધાનેરામાં બિલ્ડરો દ્વારા શોપિંગ તો ઉભા કર્યા અને તેમના નકસામાં પાર્કિંગ વ્યવસ્થા પણ બતાવવામાં આવેલ પરંતુ આ ધાનેરાના મોટાભાગના શોપિંગ સેન્ટરો પાર્કિંગ વગર ના જોવા મળી રહ્યા છે. અને જે પાર્કિંગની જગ્યા હતી તે આડા અવળી રીતે ફરીથી અલગ રીતે બતાવી તેમાં દુકાનો ઉભી કરી દેવામાં આવી છે. હાલ ધાનેરામાં નાના મોટા 25 કરતા પણ વધારે કોમ્પલેક્ષ ઉભા કરી દેવામાં આવ્યા છે અને તેમાંના માત્ર દેવદર્શન શોપિંગમાં ભૂગર્ભ પાર્કિંગ, મધુસુદન માર્કેટમાં બસ સ્ટેન્ડ સાઇડમાં પાર્કિંગ તેમજ પ્રાઝન લાસામાં વિંગની સ્મૃતસ્થા =મધુસુદન પ્લાઝામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તે સિવાય એકપણ કોમ્પલેક્ષમાં પાર્કિંગની વ્યવસ્થા જોવા મળતી નથી. ખુદ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ શોપિંગમાં પણ પાર્કિંગની કોઇ વ્યવસ્થા ન હોવાથી દુકાનોમાં ખરીદી માટે આવતા લોકોને પોતાના વાહનો રસ્તામાં પાર્ક કરવા પડી રહ્યા છે અને પોલીસના હાથે દંડાવું પડી રહ્યું છે. તો આ બાબતે નગરજનો તેમજ વેપારીઓની એક જ રજૂઆત છે કે જે પ્લાનમાં પાર્કિંગ દર્શાવ્યા છે તે ખુલ્લા કરાવે અને વાહનોને ત્યાં પાર્કિંગ થાય તેવી વ્યવસ્થા કરાવે તેવી તંત્રને રજૂઆત છે. આ અંગે વેપારી રમણભાઇ પટેલએ જણાવ્યુંહતું કે ‘માત્ર બે-ત્રણ શોપિંગ સિવાય ક્યાંય પાર્કિંગ વ્યવસ્થા નથી. જ્યારે શોપિંગનો પ્લાન મંજુર થાય છે ત્યારે બતાવેલ હોય છે તો પછી તે કેમ ગાયબ થાય છે તે બાબતે પાલિકા દ્વારા તપાસ હાથ ધરવી જોઇએ અને આવા લોકો સામે કાયદેસર કાર્યવાહી પણ કરવી જોઇએ તો જ પાર્કિંગની સમસ્યા હલ થશે