રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસ દ્વારા સાતમ-આઠમના જુગાર રમતા હોવાની બાબતની પોલીસને મળતા પોલીસે ચાર જગ્યાએ અલગ-અલગ રેઇડ કરી 17 જુગારીયાઓ ઝડપી લીધા હતા. જ્યારે 19 જુગારીયાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે જુગારીયાઓ પાસેથી રૂ.1,64,980 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલ દ્વારા જુગારની બદીને રોકવા માટે ધાનેરા પોલીસની ટીમોને ખાસ સુચના આપતા સાતમ-આઠમના જુગાર રમતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે અલગ-અલગ ગામડાઓમાં તપાસ કરતાં નેનાવામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓ પકડાયા હતા. જ્યારે આઠ નાસી છૂટ્યા હતા. આમ 11 જુગારીયાઓ સામે કેસ કરી તેમની પાસેથી રૂ.26,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે રામપુરામોટા ગામે બાતમીના આધારે રેડ કરતાં પોલીસ છ જુગારીયાઓએ ઝડપી લીધા હતા. તેમજ પોલીસને જોઇ પાંચ જુગારીયાઓ ભાગી ગયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ.27,580 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દેઢા ગામે એક ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરતાં ચાર જુગારીયાઓ પકડાયા હતા. જ્યારે ચાર જુગારીયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે આઠ જુગારીયાઓ સામે કેસ કરી ત્રણ બાઇક સાથે રૂ.1,10,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત અનાપુરગઢ ગામે એક ખેતરમાં રેઇડ કરતાં ચાર જુગારીયાઓ ઝડપાઇ ગયા હતા. જ્યારે પોલીસને જોઇ બે જગારીયાઓ ભાગી ગયા હતા.