પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
શ્રાવણ વદ આઠમ એટલે કે કૃષ્ણ જન્મોત્સવ અને શ્રાવણ વદ નમ એટલે પારણા નવમી સમગ્ર ભારત દેશમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવની ખૂબજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ ઉત્સવને લઈને ગામડામાં દેશી ભાષામાં કહિયે તો કાનુડાનો ખૂબજ ઉત્સાહ જોવા મળે છે જન્માષ્ટમીના દિવસે પાવડાસણ ગ્રામજનો ભેગા મળીને બેન કુંવાસીઓ, ભાણેજો માટે પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.. અને એના બીજા દિવસે પણ પાવડાસણ ગામમા કાનુડો પાછો વાળ્યો હતો જેમાં બીજાં દિવસના દાતા શ્રી કરમટા જીવણભાઈ કુંપાજીએ પોતાનાં ઘરે બહેન કુંવાસીઓ અને ભાણેજોને આમંત્રિત કરીને સાંજ સવાર બંને ટાઈમ પ્રસાદી કરાવી ને ખુબ ધન્યતા અનુભવી હતી જેમાં સંતો મહંતો અને ભુવાજીઓએ જીવણભાઈ ના ઘરે આ કૃષ્ણ જન્મ ઉત્સવના પ્રસંગમાં હાજરી આપી હતી જેમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ અને ગામના ખૂબ જ સેવાભાવી યુવાનોએ ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવની સેવાનો લાભ લીધો હતો ત્યારબાદ દાતા શ્રી કરમટા જીવણભાઈ કુંપાજી એ આ પ્રસંગને સફળ બનાવવામાં સાથ સહકાર આપનાર તમામ યુવામિત્રોનો દિલથી આભાર માન્યો હતો.