ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
જીયાપર તા.નખયત્રાણા અહીંના વડીલ રામભાઈ શામજી ચોપડાનું અવસાન થતા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી હતી રામબાઈ ના પુત્ર બાબુભાઈ ચોપડા ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે તેમના પુત્રવધુ જયાબેન ચોપડા કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે પ્રવીણભાઈ ચોપડા લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ જીયાપર ના અધ્યક્ષ તરીકે કામગીરી કરી રહ્યા છે તેમના ભાઈ અમૃતભાઈ તેમજ શંભુભાઈ સમાજ સેવામાં સેવાઓ આપી રહ્યા છે તેમની સ્મશાન જાત્રામાં આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉમિયાધામ વાંઢાયના પ્રમુખ હંસરાજભાઈ ગંગારામભાઈ રામાણી હરિભાઈ જાટીયા જયસુખભાઈ પટેલ હરિસિંહજી પ્રફુલ સિંહ જાડેજા ધર્મેન્દ્ર ગીરી ગોસ્વામી વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના ચંદુભાઈ રૈયાણી કૃષ્ણકાંત પંડ્યા વિવિધ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી અહીં ચાલતા સાપ્તાહિક સત્સંગ કેન્દ્રમાં પણ બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એમ કવિ પંખી મગનભાઈ ચોપડા એ જણાવ્યું હતું