પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના કોટડા (ધા) ગામથી ચારડા જતા રસ્તા ઉપર બનાવવામાં આવેલ નાનકડા પુલની આજુબાજુ તેમજ પુલ દબાઇ જવાના કારણે ખાડાઓ પડી જવા પામ્યા છે. આ ખાડાઓના કારણે કેટલીકવાર સામે આવતા વાહનને સાઇડ આપવા જતાં નાના વાહન ચાલકો આ ખાડાનો ભોગ બની રહ્યા છે. તેમજ રાત્રીના સમયે આ ખાડાઓ ના દેખાતા ત્રણ થી ચાર વખત બાઇક સવારો ખાડામાં પટકાતા અકસ્માત પણ બન્યા છે.