રિપોર્ટર – ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભુજ
ભુજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પશ્ચિમ કચ્છ દ્વારા મહા દિવ્ય ડેરીના સહયોગથી ભુજ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિમિત્તે ધીગેશ્વર મહાદેવ મંદિર ભુજ અને સેવા વસ્તીમાં 400 લીટર જેટલી છાશનો વિતરણ કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં આવી અનેક સેવાઓ દ્વારા હિન્દુ સમાજને જાગૃત કરવાનું અભિયાન ચલાવવામાં આવશે એમ બજરંગ દળ ના જિલ્લાના સંયોજક નાજાભાઇ ભરવાડ જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં શહેર મંત્રી જયેશભાઈ કોઠારી કેવલભાઈ જેઠી મંનદિપસિહ ગોહિલ રાજાભા રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા યશ ગોસ્વામી જય ભાઈ શામજીભાઈ જોગી રાજાભા ગઢવી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો સેવા કાર્યમાં જોડાયા હતા.