રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના નેનાવા ગામમાં ચાતુર્માસ બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ નિત્યસેનસૂરીશ્વરજી મહારાજ તેમજ નારોલી વાળા મહારાજ સાહેબ ચારિત્રવિજયજી મહારાજ આદિ સાધુ સાધ્વીજી ભગવંતના સાનિધ્યમાં જૈન ધર્મના કઠીન તપમાં જોડાયેલ 100 થી વધારે ભાઈ બહેનોની તપસ્યાની પુર્ણાહૂતી થતાં રવિવારે સવારે પારણાં પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો, તપસ્યા કરનાર ભાઈ બહેનોના પરિવારજનો સહિત હજારોની સંખ્યામાં શ્રાવકો ઉપસ્થિત રહ્યા, તપસ્યા કરનાર દરેક તપસ્વીને કાર્યક્રમ મંડપમાં રજવાડી બેઠક પર બેસાડીને પારણાં કરાવ્યાં હતા. સર્વ પ્રથમ પારણું કરાવાના લાભાર્થી નેનાવા નિવાસી લહેરીબેન રાજમલભાઈ વેદમુથા પરીવાર દ્વારા તપસ્યા કરનાર દરેક ભાઈ બહેનોનું પારણું કરાવામાં આવ્યું. ત્યાર બાદ ઉપસ્થિત હજારો શ્રાવકોએ લાઈનમાં ઉભા રહીને પારણું કરાવ્યું જેમાં રાજકીય સામાજિક ધાર્મિક અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા, સોમવારે સવારે નેમિનાથ જન્મ કલ્યાણકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.