રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ઝાડવાઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને આ બાબતે લોકો દ્વારા અવાર-નવાર મામલતદારને રજૂઆતો કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. જેથી લોકોએ પોલીસને રજૂઆત કરતાં થરાદ ડી.વાય.એસ.પી. સામત વારોતરીયા દ્વારા આવા ગેરકાયદેસર લીલા વૃક્ષોનું નિકંદન કાઢનાર લોકો સામે લાલ આંખ કરી છે અને શનિવારે મોડી રાત્રે એક લીલા લાકડા ભરેલ ટ્રેકટરને પકડી પાડ્યું હતું અને ધાનેરા પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ડી.વાય.એસ.પી. સામત વારોતરીયાએ જણાવ્યું હતું કે ‘ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં લાકડાઓનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે અને લોકોની રજૂઆતને લઇને આ કામગીરી કરી છે. આ ટ્રેકટર ચાલકો ટ્રોલીની પાછળ કોઇ લાઇટ કે રેડીયમ કે નંબર પ્લેટ રાખતા ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.