વિરમપુર 108 ની ટીમે એમ્બ્યુલન્સ માં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

રિપોર્ટર મહેશ કે ઠાકોર બૌદ્ધિક ભારત અમીરગઢ

આજ રોજ બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ તાલુકાના કાનપુરા ગામના દર્દી ઉમાબેન લક્ષ્મણભાઇ ખટાણા વિરમપુર ની સરકારી હોસ્પિટલમાં ડિલિવરી દરમ્યાન સારવાર લઈ રહ્યા હતા ત્યાં વિરમપુર સરકારી હોસ્પિટલમાં કોઈ બ્લડની વ્યવસ્થા ના હોવાના કારણે અને દર્દીને શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાના ના કારણે વિરમપુર સરકારી હોસ્પિટલ ના તબીબે દર્દી ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવા માટે ૧૦૮ ને કોલ કાર્યો હતો આ કોલ વિરમપુર EMRI Green Health Services ૧૦૮ ની ટીમ ને મળતા ત્યાં ના કર્મચારીઓ ઈ.એમ.ટી સુરેશભાઈ અને પાઈલોટ ભવદીપભાઈ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ત્યાંથી દર્દી ને લઈને પાલનપુર ની સિવિલ હોસ્પીટલ જવા નીકળ્યા હતા. ત્યાં રસ્તામાં માલણ ગામ નજીક પહોંચતા રસ્તા માં જ સગર્ભા ને પ્રસુતિ ની પીડા ગંભીર માલુમ પડતા જ રસ્તા વચ્ચે જ ડિલિવરી કરાવી પડે તેમ હતી. અને આ બીજી ડિલિવરી હોવાથી તથા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાના કારણે ખૂબ કાળજી ની જરૂર હતી. આથી ઈ.એમ.ટી સુરેશભાઈ દ્વારા હેડ ઓફિસ સ્થગિત ડૉ. શ્રી ની સલાહ લીધી હતી ત્યારબાદ ૧૦૮ માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો તથા દવાઓનો ઉપયોગ કરી નોર્મલ ડિલિવરી ની ટેકનીક દ્વારા રસ્તામાં જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવ્યો હતો તથા વધુ સારવાર માટે માતા અને બાળક ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બાળક નો જન્મ થતા પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને પરિવારજનો દ્વારા ૧૦૮ ની ટીમ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Comments (0)
Add Comment