મીની ઉંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા ખાતે મેણી કંપા થી ઊંઝા ઉમિયા માતાજીના સ્થાને પગપાળા સંઘ નીકળ્યો

રિપોર્ટ – અભય પંડ્યા બૌદ્ધિક ભારત મોડાસા

મીની ઉંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા ખાતે આજ રોજ મેણી કંપા થી ઊંઝા ઉમિયા માતાજીના સ્થાને પગપાળા સંઘ નીકળ્યો હતો ત્યારે રાત્રી રોકાણ માટે મીની ઉંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા ખાતે આવી પહોંચ્યો હતો એ સમયે મોડાસાની ધર્મપ્રેમી જનતાએ ખૂબ મોટી મેદની સાથે આ સંઘને વધાવવા માટે આવી પહોંચ્યા હતા તથા મીની ઉંઝા ઉમિયા માતાજીના મંદિરના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી પ્રભુદાસ પટેલ ઉપપ્રમુખ શ્રી અંબાલાલભાઈ પટેલ મંત્રી શ્રી અંબાલાલ પટેલ સહમંત્રી શ્રી અંબાલાલ પટેલ તથા સર્વ ટ્રસ્ટી ગણો ઉપસ્થિત રહ્યા હતા આ સંઘના તમામ પદયાત્રીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરી હતી અને તેના યજમાન પ્રભુદાસભાઈ પટેલ પોપટભાઈ પટેલ તથા ઈશ્વરભાઈ પટેલ આ મહાપ્રસાદના યજમાન બની ધન્યતા અનુભવી હતી તથા મીની ઉજવણી માતાજી મંદિરના મહંત શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદ દ્વારા આ રથની પૂજા અચના તથા આશીર્વચન પાઠવ્યા હતા.

Comments (0)
Add Comment