ધાનેરા સ્કૂલમાં વાનગી હરિફાઇ યોજાઈ

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત જી.એમ.એમ. વલાણી પ્રાયમરી, સેકન્ડરી, દિપ જ્યોત સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના પટાંગણમાં રસોઇ શોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 8થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દરેક ટીમોએ અલગ-અલગ વાનગીઓ બનાવી હતી અને તેની સજાવટ બાદ નિર્ણાયકો દ્વારા વાનગીનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં અગ્રેસર આવનાર તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. જેમાં આચાર્ય ઇશ્વરભાઇ પટેલ, સિલ્પરાજસિંહ ગોહિલ તેમજ અન્ય મહાનુભવો હાજર રહીને વિદ્યાથીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Comments (0)
Add Comment