ધાનેરાના જન કલ્યાણ મુક્તિધામમાંથી રૂ. 1.25 લાખની ચાર સઘડીની પ્લેટો ચોરાઈ

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા શહેરમાં બે દિવસ દરમિયાન મુક્તિધામમાં આવેલી ચાર સઘડી પરની પ્લેટોને શખ્સો તોડી ખોલી લઇ ગયા છે. ગુનાહિત પ્રવૃતિને અટકાવવા માટે ધાનેરા પોલીસે પ્રજા પાસે સહકાર માંગ્યો છે.જન કલ્યાણ મુક્તિધામમાં આવેલ ચાર સઘડીમાં નીચેના ભાગે મજબત લોખંડ કે જે આગથી પીગળીનાં જાય આવી લોખંડની પ્લેટો બજારમાં મોંઘા ભાવે મળતી હોય છે. આવી પ્લોટો અજાણ્યા શખસો લઈ ગયા છે. અંદાજિત સવા લાખની કિંમતની પ્લેટ ચોરાઈ ગઈ છે. સાથે મુક્તિધામમાં આવેલ ઓરડીની લોખંડની બારીઓ પણ શખસો ચોરી ગયા છે મુક્તિધામમાં થયેલ ચોરીને લઈ સ્થાનિક ટ્રસ્ટ દ્વારા ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી છે. મનુષ્યનાં મૃત્યુ પછી તેનો છેલ્લો વિસામો મુક્તિધામ છે અને આ રીતે થતી ચોરી માનવતા પર કલંક હોય એ પ્રમાણેની ઘટના ધાનેરામાં બની છે. મુક્તિધામની ઓરડીમાં શખસો ઘાતક દ્રવ્યોનો ઉપયોગ કરતા હોય એ પ્રમાણેના પુરાવા પણ મળ્યા છે. સિલ્વર કાગળ પર કેફી દ્રવ્ય રાખી નશો કરતા હોય આવા કાગળ પણ જોવા મળી રહ્યા છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ.ટી.પટેલએ જણાવ્યું હતું કે, સોના-ચાંદીની દુકાન, ધાર્મિક મંદિરો, રહેણાંક વિસ્તાર સાથે શોપીંગ સેન્ટરોમાં આવેલી દુકાનોના માલિકો રાત્રિ દરમિયાન સાવધાની રાખે તે માટે ધાનેરા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ રહેણાંક સોસાયટીના પ્રમુખ, મંત્રીને અપીલ કરતી માર્ગદર્શિકા આપવામાં આવી છે. પોતાનું મકાન બંધ કરી બહાર ગામ જાય તેની ધાનેરા પોલીસને જાણ કરવી જેને લઈ રાત્રી દરમિયાન પેટ્રોલીંગ સમયે બંધ મકાન પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકાય.

Comments (0)
Add Comment