રિપોર્ટર – ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
ખેલશે NGES – જીતશે NGES થીમ આધારિત રમતોત્સવ
તા. 03-08-23 થી NGES કેમ્પસ દ્વારા ઈન્ટરસ્કૂલસ રમતોત્સવ નો પ્રારંભ થયેલ છે. જેમાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા અરવિંદભાઈ જીવાભાઇ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ માટે બૅડમિન્ટન મૅચનું આયોજન કરવામાં આવેલ. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ઇન્ટરસ્કૂલસના વિદ્યાર્થીઓમાં મૈત્રીભાવ, ખેલદીલીની ભાવના, સંઘ ભાવના, તથા શારીરિક સજ્જતા કેળવાય તે હેતુસર આ ઇન્ટર સ્કૂલસ રમતોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે
તા. 03-08-2023ના રોજ પ્રથમ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાની ધોરણ સાતની વિદ્યાર્થીનીઓ વચ્ચે બૅડમિન્ટનની મૅચ રમાઇ હતી. જેમાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલની ધોરણ સાતની બૅડમિન્ટન ટીમની વિદ્યાર્થીનીઓ Nishka D. Shah, Pallavi N. Thakkar, Rency S. Shah, Dhani V. Patel, Devya H.Hathi, Meshva M. Patel ચેમ્પિયન બની હતી. ત્યારબાદ બંને સ્કૂલોની ધોરણ આઠ ની બેડમિન્ટન ટીમ વચ્ચે બેડમિન્ટન મેચ રમાઈ હતી જેમાં પણ ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ધોરણ આઠની બૅડમિન્ટન ટીમની વિદ્યાર્થીનીઓ Helly H. Thakkar, Vaishnavi K. Jani, Swasti C. Trivedi, Deeti A. Patel, Eva J. Solanki, Archi N. Makhija, Jayti V. Soni ચેમ્પિયન બની હતી.
વિજેતા ટીમ તથા રનર્સઅપ ટીમને સમગ્ર NGES કેમ્પસ વતી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માનનીય ડૉ. જે. એચ. પંચોલી સાહેબ, NGES કેમ્પસ ના ડેવલોપમેન્ટ ઓફિસર પ્રો. જય ધ્રુવ દ્વારા ટ્રોફી, શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર ટુર્નામેન્ટની સફળતાના સાક્ષી NGES કેમ્પસ ના એજ્યુકેટીવ ડાયરેક્ટર શ્રી ડૉ. જે.એચ. પંચોલી સાહેબે પોતાના વક્તવ્યમાં રમતનું મહત્વ તથા રમત સંઘની ભાવના ને પ્રગટ કરે છે તેવું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રો. જયકુમાર ધ્રુવ, પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કૂલના આચાર્યશ્રી માનનીય ધનરાજભાઇ ઠક્કર, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના આચાર્યશ્રી ડૉ. ચિરાગકુમાર પટેલ તથા અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સંજયભાઈ પંચોલી ઉપસ્થિત રહ્યા હતાં . બંને શાળાઓનો સમગ્ર સ્ટાફ, મોટી સંખ્યામાં વિધાર્થીગણ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું. કોચ તરીકે ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર ડૉ.વિશાલભાઈ ધોબી તથા દિનેશભાઈ દેસાઈ તથા એ. જે.પી. એસ. ના દિગ્વિજય ભાઇ એ સુંદર કામગીરી કરી હતી.સમગ્ર રોમાંચક મૅચ નો આનંદ લેતા બંને શાળાઓનું સ્ટાફગણ તથા વિદ્યાર્થી આલમ અભિભૂત થયો હતો