આદર્શ પ્રાથમિક શાળા,સન્માન- શુભેચ્છા- વિદાય સમારોહ

રિપોર્ટર – ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

સમીના રાવદ ની આદર્શ પ્રાથમિક શાળાના બદલી પામેલ કર્મનિષ્ઠ શિક્ષક અરવિંદભાઇ હરીલાલ પટેલનો સન્માન-શુભેચ્છા- વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રવદ ગામના સરપંચ વિહાભાઇ કેવળભાઇ પટેલ, એસ.એમ.સી. અઘ્યક્ષ જયેન્દ્રભાઇ, પૂર્વ સરપંચ પ્રભુભાઇ, માધ્યમિક હાઇસ્કૂલ રવદના પ્રિન્સિપાલ કિંજલબેન તેમજ કાનજીભાઇ દેસાઇ, દિપકભાઇ રથવી, ભૂમિબેન રાવલ, મોટાજોરાવરપુરા સી.આર.સી.કો.ઓર્ડિનેટર પ્રવિણભાઇ પઢારીયા, કાઠી શાળાના શિક્ષક ભરતભાઇ પટેલ તેમના ધર્મ પત્ની નીમિષાબેન પટેલ, તારોરા શાળાના શિક્ષક ચમનભાઇ સોલંકી અને હિરાભાઇ મકવાણા, પાલીપુર શાળાના આચાર્ય તેમજ સમી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ કલાભાઇ, મુજપુર શાળાના શિક્ષક ભરતભાઇ પટેલ, પ્રવિણસિંહ સોલંકી, દેવાંગભાઈ પારેખ, રવદ ગામના વતની હાલે જયરામનગર પ્રા.શાળાના મુ.શિ. હરિભાઇ પટેલના ધર્મપત્ની મધીબેન વઢેર, એસ.એમ.સી. સદસ્યઓ દિનેશજી એસ. ઠાકોર, પંચાયતના સભ્યરામભાઇ બારોટ, ભૂપતજી ઠાકોર, રમેશજી ઠાકોર, સુન્ના વાલીગણ ભગાજી ઠાકોર, લક્ષ્મણભાઈ ત્રિકમભાઇ મકવાણા, રવદ પ્રાથમિકક તેમજ માઘ્યમિક શાળા સ્ટાફ પરિવાર, તેમજ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળામાં અરવિંદભાઇના આગમન સમયે શાળાના મુખ્ય પ્રવેશ દ્વારેથી આચાર્ય, સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થીઓએ આવકાર્યા હતા. જયાં તેમનું કુમકુમ તિલક કરી પ્રવેશ દ્વારથી ઓફિસ સુધી સદંતર ગુલાબના પુષ્પોની વર્ષા કરી હૃદયના ઉમળકાથી આવકાર્યા હતા.

ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી સરસ્વતી માતાજીની વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમને કુમકુમ તિલક કરી, ફૂલહાર પહેરાવી, શ્રીફળ, સાકર, શાલ, સરસ્વતી માતાજીની ચાંદીની મૂર્તિ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. સાથે ઉપસ્થિત રહેલા તેમના ધર્મપત્ની શ્રી નિમીષાબેન પટેલને શાલ ઓઢાડીને અને તેમની સુપુત્રી હેલીને બોલપેન આપીને સન્માનવામાં આવ્યાં હતાં. ત્યારબાદ સરપંચ પૂર્વસરપંચ, એસ.એમ.સી.ના અધ્યક્ષએ શાલ ઓઢાડીને તેમજ સરકારી હાઇસ્કૂલના સ્ટાફ પરિવારે સ્મૃતિચિહ્ન અને શાલ, કાઠી શાળાના શિક્ષક ભરતભાઇ તેમજ નિતાબહેને સરસ્વતી માતા,લક્ષ્મીમાતા, ગણપતિદાદાનો ચાંદીની સિક્કો અને શાલ, તારોરા શાળાના સ્ટાફ પરિવારે શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા.

પાલીપુર શાળાના આચાર્ય તેમજ સમી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખએ શાલ, ઠાકોર ભૂપતજીએ શાલ અર્પણ કરીને તેમનું હૈયાના ઉમળકાથી સન્માન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ જયદીપ રાઠોડ, દક્ષ પટેલ, તેમજ ધારા પ્રજાપતિએ શિક્ષક સાથે વીતાવેલ સમયના સંસ્મરણીય પ્રતિભાવો આપ્યા હતા. શિક્ષક સંઘના પ્રમુખ કલાભાઇ, કાઠી શાળાના શિક્ષક ભરતભાઇ પટેલ, તારોરા શાળાના ચમનભાઇ સોલંકી, પૂર્વ સરપંચ પ્રભુભાઇ પટેલ, ૨વદ સરકારી હાઇસ્કૂલના શિક્ષક દિપકભાઇ રથવીએ પ્રસંગોચિત વક્તવ્ય સાથે વિદાયમાન શિક્ષક અરવિંદભાઇ પટેલ સાથે વિતાવેલ સ્મરણો તેમજ તેમના વ્યક્તિત્વમાં રહેલા ઉત્તમ મૂલ્યોની આછી ઝલક આપીને અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી હતી.

શાળાની બાળાઓએ તેમને હૃદયપૂર્વક ‘લાખો લાખો ઉપકાર તમારા’ ગીત દ્વારા શિક્ષક અરવિંદભાઇ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. શાળાના શિક્ષક બચુભાઇ પટેલે તેમની કાર્યશૈલી તેમજ ઉમદા ભાવનાયુક્ત પ્રસંગો કહીને બિરદાવ્યા હતા. શાળાના શિક્ષિકા બહેન સુશીલાબેન પ્રજાપતિ, દિપાલીબેન પટેલ તેમજ રીનાબેન ગોસ્વામીએ પોતાની સ્વરચિત કાવ્યપંકિતઓ રજૂ કરીને તેમનું અભિવાદન કર્યું હતું. શાળાના આચાર્ય અમૃતભાઈ પ્રજાપતિએ અરવિંદભાઇએ કરેલા રચનાત્મક, સર્જનાત્મક કાર્ય, તેમનો હકારાત્મક અભિગમ તેમજ તેમના થકી શાળાના સર્વાંગીણ વિકાસમાં આપેલ સિંહફાળો અને શાળાના ભાવાવરાને જીવંત રાખતી અનેકાનેક પ્રવૃત્તિઓના સંસ્મરણો યાદ કરી તેમનું બહુમાન કર્યું હતું. તેમને શિક્ષણના અન્ય ક્ષેત્રે પણ ઉત્તમોત્તમ કાર્ય કરતા રહે તેવી અનેકાનેક શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ અરવિંદભાઇએ સર્વેએ રજૂકરેલ લાગણીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરી તેમના ગુરુજનો દ્વારા પ્રેરીત અને જીવનમાં વણાયેલ જીવનના બે મૂલ્યો “કટાઇ જવા કરતા ઘસાઇ જવું સારું” તેમજ “ માનવતા એજ શ્રેષ્ઠ ધર્મ”ને અનુસરીને કાર્ય કરવાની પોતાની શૈલીની પ્રતિતી કરાવી હતી. શાળા અને ગામ પ્રત્યેની તેમની ઉદાત ભાવનાની વાત પ્રસંગો દ્વારા કહરી હતી. શાળા કે ગામ સાથે હંમેશા સંકળાયેલ રહીશ તેમજ જરૂર પડયે ઉપસ્થિત રહેવાની વાત કરી હતી.

પ્રકૃતિપ્રેમી એવા અરવિંદભાઇ પોતાની સાથે20 કિ.ગ્રા. પક્ષીઓ માટેનું ચણ લાવ્યા હતા. પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના બાળકોને તિથિભોજન તેમના તરફથી આપવામાં આવ્યું હતું. શાળાને પંખીઘર (ચબૂતરો) અર્પણ કરવાની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી.

શાળામાંથી વિદાય સમયે શ્રી અરવિંદભાઇનું સ્ટાફ પરિવાર તેમજ વિધાર્થીઓ દ્વારા પુષ્પમાળા અર્પણ કરી શાળામાંથી મુખ્ય પ્રવેશ દ્વાર સુધી વિદ્યાર્થીઓએ બંને હરોળમાં શિસ્તબદ્ધ રીતે ઉભારહી અંતઃકરણની ભાવનાથી ભીની આંખે ગુલાબના પુષ્પોની વર્ષા કરી વિદાય આપી હતી. આ રીતે એક કર્મનિષ્ઠ, ઉમદા શિક્ષકને સ્નેહી વિદાય સમારોહ માન સન્માન સાથે યોજવામાં આવ્યો હતો.

Comments (0)
Add Comment