રિપોર્ટર અનિલ મકવાણા પ્રાંતિજ
હિંમતનગર શહેર ના ખાનગી ટ્યુશન ક્લાસિસ સંચાલકે બાળકી ની કરી છેડતી
શાબાશ દીકરી: ક્લાસીસ સંચાલકે છેડતી કરતાં બાળાએ લાફો માર્યો, ટોળાએ પણ ધોયો
હિંમતનગરના મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા લંપટ સંચાલક ધીરજ લેઉવાનું કારસ્તાન
- થપ્પડ પડતાં લંપટ સંચાલકે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઇ બહેનોને પૂરી દીધી, ભોગ બનનારની માસી આવી જતાં ભાંડો ફૂટ્યો
હિંગરના પોશ વિસ્તાર ગણાતા મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા માનસિક વિકૃત 35 વર્ષીય નરાધમે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતાં બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ ઝીંકી દેતાં નરાધમે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઈ સગીર બહેનોને પૂરી દઈ નીચ હરકત પર પડદો પાડવા નરાધમે પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને બાળાઓને લેવા આવેલ ભોગ બનનારની માસીએ દરવાજો ખખડાવતાં રડતી રડતી બહાર આવેલ ભાણીએ લંપટ સંચાલકનો ભાંડો ફોડતાં લોકોના ટોળા ઉમટ્યા હતા અને સંચાલકને ઘેરી લઈ માર માર્યો હતો.
મહાવીરનગરમાં એશિયન પરિવાર બંગલોઝની સામે પ્રમુખ પ્રાઈડ કોમ્પ્લેક્સમાં ફાઈન આર્ટસ કેનવાસ પેઇન્ટિંગના ક્લાસીસ ચલાવાઇ રહ્યા હતા. સંચાલક ધીરજ નાથાભાઈ લેઉવા (35) દ્વારા નિવૃત્ત શિક્ષણવિદો સ્થાનિક નેતાઓ વગેરેને કાર્યક્રમો યોજી આમંત્રિત કરી તેમની સાથે ફોટા પડાવી બાળકોથી માંડી મોટાઓને કેનવાસ પર ચિત્રો દોરવા શીખવાડવાનું અને ચિત્રોનું વેચાણ કરવાનું પ્રલોભન આપતી સોશિયલ મીડિયામાં જાહેરાતો કરતો હતો. (૯)
જેનાથી પ્રેરાઈને મહાવીરનગરના એક પરિવારે પોતાની સગીર દીકરીને કેનવાસ પેઇન્ટિંગ શીખવા ક્લાસીસ જોઈન કરાવ્યા હતા. દરમ્યાનમાં વિદેશમાં રહેતી બહેનનો પરિવાર પણ આવતા બહેનની દીકરીએ પણ પેઇન્ટિંગ શીખવા રૂચી દાખવતા તા. 16-07-23 થી ક્લાસીસ જોઈન કર્યા હતા અને બંને માસીયાઈ બહેનો માટે સાંજે 6:45 સુધીનો એક કલાકનો સમય નક્કી કરાયો હતો.
તા.31-07-23 ના રોજ ભોગ બનનારની માસી સાંજે સાડા છ કલાકે બંને સગીરાઓને લેવા ક્લાસીસ પર પહોંચતા દરવાજો બંધ જોતાં દરવાજો ખખડાવવા
દરમિયાન અંદરથી રડવાનો અવાજ સાંભળતાં ફાળ પડી હતી. દરવાજો ખોલ્યા વગર કોઈ છૂટકો ન રહેતા ધીરજ લેઉવાએ જાતે જ દરવાજો ખોલ્યો હતો.
બંને દીકરીઓ રડતી રડતી બહાર આવી હતી અને ભોગ બનનારે તેની સાથે થયેલ ગેરવર્તન અંગે વાત કરતાં મહિલાએ તેના પતિ વગેરેને જાણ કરતાં લોકોના ટોળા ધસી આવ્યા હતા અને સંચાલક ધીરજ નાથાભાઈ લેઉવાને માર મારી હિંમતનગર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.
ધૃણાસ્પદ અને નીંદનીય બનાવ સમાજ માટે લાલ બત્તી સમાન હોવા સહિત તમામ બાળકીઓ માટે પ્રેરણાદાયક પણ છે બેડ ટચની સમજ કેળવી કોન્ક્રીટ આઘાત આપવાની હિંમત કેળવી કોઈનાથી ડરવાની જરૂર નથી તે 11 વર્ષીય વીરબાળાએ પૂરવાર કરી બતાવ્યું છે.
સરે બે ત્રણ જગ્યાએ બેડ ટચ કરી છે, ગળામાં કીસ કરી છે, મેં થપ્પડ મારતાં દરવાજો બંધ કરી દીધો મહિલાએ દરવાજો ખખડાવતાં ક્લાસીસ ચલાવતા
ધીરજ નાથાભાઈ લેઉઆએ દરવાજો ખોલ્યો હતો. બંને દીકરીઓ રડતી રડતી બહાર આવતાં મહિલાએ તેની દીકરીને પૂછતાં હેબતાઈ ગઈ હોવાથી કંઈ બોલી શકી ન હતી પરંતુ તેની બહેનની દીકરીએ સંચાલકનો ભાંડો ફોડતાં જણાવ્યું કે સરે બે ત્રણ જગ્યાએ બેડ) ટચ કરી છે ગળામાં કીસ કરી છે મેં થપ્પડ મારી દેતાં દરવાજો બંધ કરી દીધો હતો અગાઉ પણ પગથી બેડ ટચ કરી ચૂક્યો છે ક્લાસીસમાં પૂરીને ધમકાવીને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભોગ બનનારે આક્રોશ ઠાલવ્યો હતો.
હિંમતનગર એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપી ધીરજ નાથાભાઈ લેઉવાની અટકાયત કરી તેની વિરુદ્ધ 354 354-એ અને પોક્સો એકટની કલમ 7,8,9 અંતર્ગત ગુનો નોંધ્યો હતો.
ટોળાંએ સંચાલકને માર્યો
છેડતી કરનાર સંચાલકના કાકાના દીકરા અરવિંદભાઈ વેણાભાઈ ચમારે ફરિયાદ નોંધાવી હતી કે સોમવારે
સાંજે સાડા છએક વાગ્યાના સુમારે ધીરજભાઈ ને ઝઘડો થયાનો સમાચાર મળતાં અરવિંદભાઈ અને તેમના કાકા નાથાભાઈ બંને ફાઇન આર્ટસ ક્લાસીસ ઉપર આવ્યા હતા તે સમયે ચિરાગભાઈ પટેલ રિન્કુબેન,ધારાબેન તથા કેવલભાઈ ધીરજભાઈને મારતા મારવાની ના પાડતાં જાતિ વિષયક શબ્દો બોલી લાફો મારી ધમકીઓ આપી હતી. બીજા 35 માણસો ભેગા થઈ ગયા હતા. એ ડિવિઝન પોલીસે 4ના નામ જોગ અને 35ના ટોળા વિરુદ્ધ એટ્રોસીટી સહિતનો ગુનો નોંધ્યો છે.