ધાનેરા પોલીસે ચોરાયેલા 17 મોબાઈલ શોધી પરત આપ્યા

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરામાં ચોરી થયેલ તેમજ ખોવાયેલ મોબાઇલ બાબતે ધાનેરા પોલીસ મથકે ફરીયાદો નોંધાઈ હતી. જેમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 17 મોબાઈલ શોધી કાઢી તેમના માલિકોને પરત કર્યા હતા જેમાં પૂર્વ મંત્રીનો મોબાઇલ પણ મળી આવ્યો હતો. ધાનેરા પોલીસ મથકના પી.આઈ એ.ટી.પટેલે ખોવાયેલા મોબાઇલ શોધવા માટે ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આવ 17 મોબાઇલ શોધી કાઢ્યા હતા. દરમિયાન મંગળવારે ધાનેરાના ત્રિકોણીયા માર્કેટ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ કરીને આ તમામ મોબાઇલ લોકોને પરત કર્યા હતા. જેમાં એક મોબાઇલ ધાનેરાના પૂર્વ મંત્રી હરજીવનભાઇ પટેલનો પણ હતો. આ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન ભુરાભાઇ પટેલ, વા.ચેરમેન માનસિહ વાઘેલા તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

Comments (0)
Add Comment