ધાનેરા વિસ્તારમાંથી LCBએ બોલેરો ગાડીમાં ચોરખાનું બનાવીને કરાતી દારૂની હેરાફેરી ઝડપી

રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા વિસ્તારમાં થી દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસ મળેલી બાતમી હકીકત આધારે પોલીસ ધાનેરા વિસ્તાર પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બોલેરો ગાડીમાં ચોર ખોનું બનાવી દારૂ ભરી ને ધાનેરા બાજુ આવતા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં કુલ મુદ્દામાલ કબજે કઈ આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાઓએ દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમીયાન બાતમી હકીકત આધારે બોલેરો કેમ્પર ગાડી નં GJ-03-BT-2276 માં બનાવેલ ચોરખાના માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરા ફેરી કરતા ની કરતાની બાતમી આધારે એલ સી બીગાડી રોકાવી તપાસ કરાવતા ગાડી માંથી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ 382136 ના મુદ્દામાલ સાથે મહેન્દ્રકુમાર બાબુરામ રબારી રહે. પાલ રાણીવાડા વાળા પકડાઇ જઇ તેમજ બાબુરામ રબારી જારડા રાણીવાડા વાળાએ દારૂ ભરાવી ગુનો કરેલ જેમના વિરૂધ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments (0)
Add Comment