આજ રોજ દાંતીવાડા તાલુકાની ચોડુંગરી પ્રાથમિક શાળા ખાતે પ્રતિભાશાળી શિક્ષક , નિષ્ઠાવાન ગુરુ તેમજ બાળકો અને વાલીઓમાં લાગણીસભર સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરનાર શ્રીમતી શ્રદ્ધાબેન પટેલ નો વિદાય સત્કાર સમારંભ યોજવામાં આવ્યો.
જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ દરજી, દાંતીવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બાબુભાઈ જેગોડા, દાંતીવાડા તાલુકા ભાજપ ઉપપ્રમુખશ્રી નાનજીભાઈ જેગોડા ,સી.આર.સી. કો. ઓ. ભાકોદર શ્રી ફલજીભાઈ ,દાંતીવાડા તાલુકા શૈક્ષિક સંઘના મંત્રીશ્રી પ્રકાશભાઈ વાઘેલા, એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ભુતડીયા, શાળાના આચાર્યશ્રી પિનાકીનભાઈ ત્રિવેદી, બેનશ્રીના જીવનસાથી નીલકુમાર, તેમના પરિવારજનો એસએમસીના સૌ સભ્યો ,ગ્રામજનો ,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્યશ્રી પિનાકીનભાઈ ત્રિવેદી સૌ મહેમાનોને આવકાર્યા હતા ત્યારબાદ તમામ મહાનુભવો એ શ્રદ્ધાબેન પટેલની કામગીરીને બિરદાવી હતી. તેમને પ્રગતિ માટેની શુભકામનાઓ પાઠવી હતી. શાળા પરિવાર તરફથી બેનશ્રીને શાલ, ડાયરી ,બોલપેન તેમજ ચાંદીની મૂર્તિ અર્પણ કરી નવી ઇનિંગ માટે શુભકામનાઓ પાઠવી હતી આ ઉપરાંત એસએમસીના સભ્યો ગ્રામજનો પધારેલ મહેમાનો એ જ તેમને પુષ્પગુચ્છને સાલ અર્પણ કરી તેમના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ ની શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓએ પણ બેલેન્સ રહીને બોલપેન ચોકલેટ અને ડાયરી જેવી નાની-મોટી અનેકવિધ ગિફ્ટ આપી યાદગીરી અર્પણ કરી હતી બાળકો અને બેનશ્રી આ વિદાય પ્રસંગમાં પોતાના આંસુઓને રોકી શક્યા ન હતા. ખૂબ જ લાગણી સફર વાતાવરણ જોવા મળ્યું હતું. શ્રી હરેશભાઈ દરજીએ પોતાના વક્તવ્યમાં બેનશ્રી ની નિષ્ઠા પૂર્વકની કામગીરીને બિરદાવી સાથેજ ચોડુંગરી ગામ ની શૈક્ષણિક પ્રગતિ અને શાળા તેમજ શિક્ષક ગણ માટે આદરની લાગણી બદલ ખુશી વ્યક્ત કરી તેમજ તમામ શિક્ષકગણ અને શાળાની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. સૌ મહાનુભવો ના વક્તવ્ય બાદ બેન શ્રી અને તેમના જીવનસાથી એ પોતાના અનુભવો વ્યક્ત કર્યા અને સન્માન બદલ સૌનો હૃદય પૂર્વંકનો આભાર વ્યક્ત કર્યો તેમજ શાળાને યાદગીરી સ્વરૂપે પ્રિન્ટર ને ભેટ અર્પણ કરી હતી.
વર્ષ 2008 થી લઈ 15 વર્ષ સુધીની સુંદર શૈક્ષણિક સેવા બજાવી શ્રદ્ધાબેન પાલનપુર તાલુકાની કમાલપુરા પ્રાથમિક શાળા ખાતે બદલી પામ્યા છે. તેઓ ચોડુંગરીમાં સૌ પ્રથમ નિમણુંક પામ્યા અને તેમની શૈક્ષણિક સફરની શરૂઆત કરી ત્યારથી ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને ખંતથી પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારૂ શિક્ષણ આપવા માટે હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા સી.આર.સી કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ તજજ્ઞ તરીકે પણ પ્રશંશનીય કામગીરી કરી છે તેમણે પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ કાર્ય થકી બાળકોને અનુભવજન્ય જ્ઞાન મળે તે માટે પણ સતત પ્રયત્નો કર્યા છે. તેમણે શાળા પરિવારમાં ,બાળકોમાં, ગ્રામજનોમાં ખૂબ જ પ્રેમ , વિશ્વાસ અને લાગણી સંપાદિત કર્યા છે.
આમ એક શ્રેષ્ઠ કર્મયોગી શિક્ષક ના વિદાય પ્રસંગે તેમનું સવિશેષ બહુમાન કરવામાં આવ્યું અને પ્રગતિમય જીવનની શુભકામના પાઠવવામાં આવી. જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. અને આભાર વિધિ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી ત્યારબાદ બાળકો અને મહેમાનો સૌએ સાથે ભોજન લીધું.