ધાનેરામાં પીવાનુ પાણી દૂષિત ડહોળું આવતા લોકોમાં રોષ

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરામાં છેલ્લા કેટલાક સમયથી પીવાનુ પાણી દુષિત આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યાં વોર્ડ નંબર 2 માં રહેતા રહીશોને આજુબાજુથી પાણી ઉપાડીને લાવવી પડી રહ્યું છે. ધાનેરામાં. વોર્ડ નંબર 2માં છેલ્લા કેટલાક સમયથી પીવાનુ પાણી ડહોળુ આવતા.રહીશો પાણી માટે વલખા મારવા મજબુર બન્યા છે. આજુબાજુના ખેતરોમાથી ઉપાડીને પાણી લાવી રહ્યા છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આવુ પાણી પશુઓને પણ નથી આપતા અને અહી માણસોને પીવુ પડી રહ્યુ છે.અહી સફાઈ કામ પણ દસ પંદર દિવસે એકવાર થાય છે. રોડ પર ગટરો ઉભરાઈ રહી છે. અને અમુક રસ્તાઓ પર તો હજુ પણ વરસાદી પાણી ભરેલા પડયા છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ અંગે નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી આપવામાં આવેછે. જે ગંદુ નથી. પાણી પીવા લાયક છે. બોરનું પાણી આપવા જઈએ તો લોકોને બે દિવસે પાણી મળે તેમ છે.

Comments (0)
Add Comment