ધાનેરાના છીંડીવાડીથી પાંથાવાડાને જોડતા માર્ગ પર ડામર પથરાય એ પહેલાં ધોવાયો

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના છીંડીવાડીથી પાંથાવાડાને સાંકળતો માર્ગ રૂપિયા 1.55 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે, માર્ગ ઉપરથી પસાર થતાં વ્હોળાની જગ્યા ઉપર નાળું ન મુકવામાં આવતાં વરસાદ દરમિયાન આ સ્થળે માર્ગ ધોવાઇ ગયો છે.ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામથી સામરવાડા પાંથાવાડા તરફ જતા નેશનલ હાઇવે રોડને જોડતો માર્ગ રૂપિયા 1.55 કરોડના ખર્ચે પાસ થતાં આ માર્ગ નવો બનાવવામાં આવી રહ્યો છે. જેનું વર્ષ 2022ના નવેમ્બર માસમાં રાજકીય અગ્રણીઓના હસ્તે ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતુ. જોકે, ડામર રસ્તાનું કામ 10 માસ પૂરા થવા આવ્યા હોવા છતાંપૂરું થયું નથી. જ્યાં માર્ગ ઉપર પાણીનો વ્હોળો પસાર થાય છે. ત્યાં નાળુ પણ નાંખવામાં આવ્યું નથી. પરિણામે તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે આ સ્થળેથી માર્ગ ધોવાઇ ગયો છે. બાકીનો માર્ગ પણ ધોવાઇ ન જાય તે માટે આગોતરી જાણ કરાઇ ગ્રામજનો ઓબાભાઈ પટેલ અને દેવાભાઇએ જણાવ્યું હતુ કે, વીંછીવાડીથી પાંથાવાડાને સાંકળતા આ માર્ગ ઉપર બે સ્થળોએ વ્હોળો પસાર થાય છે. જ્યાં કોન્ટ્રાકટર દ્વારા નાળા મુકવામાં આવ્યા નથી. જ્યાં એક સ્થળે તો ભારે વરસાદના પાણીથી રસ્તો ધોવાયો છે. ત્યારે બીજા સ્થળે વ્હોળો પસાર થાય છે. ત્યાં પણ માર્ગ ન ધોવાય તે માટે તંત્રને આગોતરી જાણ કરી છે.

Comments (0)
Add Comment