રામનગરના તરવૈયાએ બે કલાક રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો

પ્રવીણ રાવળ બૌદ્ધિક ભારત દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના સાતસણ ગામના તળાવમાં રાજસ્થાનના યુવાનનુ ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. તાલુકાના તરવૈયાઓની મહા મહેનતે મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દાંતીવાડા તાલુકાના સાતસણ ગામે આવેલું તળાવ પહેલાં જ વરસાદથી ભરાઈ ગયું હતું. જેમાં ગુરુવારે વિક્રમ વિહારામ વાદી (રહે..રાયપુર તા.રેવદર રાજસ્થાન) નાહવા જતા ડૂબી ગયો હતો..ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને તાલુકા પંચાયતનો સ્ટાફ રામનગર ગામના તરવૈયા સાથે દોડી આવ્યો હતો. જોકે, મામલતદાર ઓફિસના ડિઝાસ્ટરના સ્ટાફમાંથી કોઈ ફરક્યું ન હતું. તળાવમાં ડૂબેલા યુવકના મૃતદેહને બહાર કાઢવા તરવૈયા ચંપુસિહ (સી.ડી) વાઘેલા, બાબરસિહ, રણજીતસિહ, ભમરસિહ, અભેસિહ, મેતાબસિહ, વદનસિહ અને ચુનીલાલ ગવારિયાએ જીવના જોખમે તળાવમાં રેસક્યું કરી શોધખોળ હાથ ધરતા મળી આવ્યો હતો. જેને પીએમ અર્થ ખસેડી પાંથાવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments (0)
Add Comment