પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠામાં ચોમાસાની શુભ શરૂઆત થતા વરસાદના શ્રી ગણેશ થયા છે.
બુંદ બુંદ માટે વળખા મારતા ધાનેરા તાલુકા પર કુદરત મહેરબાન થયું એવું જોવા મળ્યું તેમ જ માલોતરા ગામમાં રવિયા નું વોહોળા નું પાણી નું વહેણ બદલાતા માલોતરા તેમજ શેરા ગામના ખેતરોમાં પાણી ઘુંટન સમા વહેતા થયા છે તેમજ ખેતરમાં વાવેતર કરેલ પાકનું ધોવાણ થયું છે જેથી માલોતરા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી માલોત્રાં ગામના આગેવાનો માસુંગભાઈ સરપંચ, માસુંગભાઈ મોજી પૂર્વ સરપંચ, કમલેશભાઈ તલાટી, મફાભાઈ ફોક પૂર્વ ડેપ્યુટી સરપંચ, તાલુકા પ્રમુખ હરજીભાઈ જેમને લોકોના ખેતરોની મુલાકાત લીધી . માલોતરા ગામના સરપંચ શ્રી માસુંગભાઈ વધુમાં જણાવતા કહ્યું કે ધાનેરા તાલુકામાં 18 જૂનના રોજ આવેલા વરસાદ અને પાણીનાં વહેણ એ ખેડૂતો સાથે ગરીબ પરિવારોને આર્થિક નુકશાન આપ્યું છે. જેમાં રાજસ્થાન રાજ્ય તરફથી આવેલા પાણીએ પાણીનાં વહેણ નજીક રહેતા ખેડૂતોના પાકા મકાનોને જમીન દોસ્ત કર્યા હતા. આમ બિપરજોય વાવઝોડાથી થયેલ તારાજીને 15 દિવસ વિતવા છતાં ગરીબ પરિવારોને સહાય ન મળતાં રોષ ફેલાયો છે. રાજસ્થાન રાજ્ય તરફથી આવતા પાણીનાં વહેણએ વ્હોળા નજીક પોતાના માલિકીના ખેતરો ધરવતા ખેડૂતોની જમીન પાણીએ 5 ફૂટ જેટલી ધોઇ નાખી છે. ગામથી પાણીનું વહેણ દૂર હોવાના કારણે પરિવારોને સરકારી સહાય હજુ સુધી મળી નહતી. કેશડોલ સાથે મકાન સહાય પણ પરિવારો સુધી પહોંચી નથી. આજે 15 દિવસ જેટલો સમયવિતવા આવ્યો હોવા છતાં હજુ સુધી પાણીના વહેણથી નુકશાનીમાં ડૂબેલા પરિવારોને સરકાર તરફથી મદદ મળી નથી. આ અંગે ખેડૂતોનુંએ જણાવ્યું હતું કે વર્ષ 2017 કરતા પાણીનો પ્રકોપ વધુ હતો. જેના કારણે પરિવારો પેહેરેલ કપડે ઘરની બહાર જીવ બચાવી ભાગ્યા હતા.