કઠલાલ તાલુકાના ભાનેર ગામે વણકરવાસ વિસ્તારમાં પંચાયત હસ્તકની જગ્યામાં થયેલ દબાણને આજરોજ ભાનેર ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાનેર ગ્રામ પંચાયતમાં વણકરવાસ વિસ્તારમાં પંચાયત હસ્તકની જગ્યામાં દબાણ હોવાનું માલુમ પડતા ભાનેર ગ્રામ પંચાયત બોડી જેમાં સરપંચ શ્રી, તલાટીશ્રી, સભ્યશ્રીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:મનોજસિંહ બૌદ્ધિક ભારત સોલંકી કઠલાલ