ગુરુપૂર્ણિમા નિમિત્તે SMVS સ્વામિનારાયણ મંદિરમાં ગુરુજીના પ્રતેક્ષ દર્શનનો અણમોલ લાભ

ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા પોતાના ગુરુ પાસે જતા હોય છે મોડાસા મોડાસા SMVS સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ હતી. દેશ વિદેશમાં વસતા સ્વામિનારાયણના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. SMVS મોડાસા સ્વામિનારાયણ મંદિરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો તેમજ ગુરુ ચરણોમાં સમર્પિત કરવાનો સોનેરી દિવસ. ગુરુ કહેતાં અંધકાર એ ર કહેતાં તેને દૂર કરનાર, અજ્ઞાનનો અંઘકાર દૂર કરે તેને ગુરુ કહેવાય છે. ગુરુ જ વ્યક્તિના જીવન ઘડતરની મુખ્ય ભૂમિકા ભજવે છે. એક શિલ્પી પથ્થરમાંથી ટાંકણે ટાંકણે શિલ્પને નિપજાવે છે. તેમ ગુરુ આપણાં ચારિત્ર્યનું ઘડતર કરે છે. એવા ભગવાનના ધામમાંથી પધારેલા દિવ્ય સતપુરુષ તેમના દર્શન માત્ર થી આલોક- પરલોક માં અનંત જીવો સુખિયા થયા છે. મોડાસા, બાયડ, ધનસુરા, મેધરજ,માલપુર,ભિલોડા,શામળાજી,તથા અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના હરી ભક્તોએ ગુરુજીના દર્શન આશીર્વાદ નો લાભ સહકુટુંબ પરિવાર સાથે લીધો હતો મોડાસા SMVS સ્વામિનારાયણ મંદિરમાં સાધુ પુર્ણસ્વરૂપદાસ,સાધુ મહિમા સ્વરૂપદાસ, સાધુ ત્યાગસ્વરૂપદાસ,સાધુ પવિત્રજીવનદાસ ,સાધુ ભજનપ્રિયદાસ, તેમજ મોડાસા સંસગ મંડળના પ.ભ.સુરેશભાઈ સોની, કેતનભાઈ પટેલ તેમજ અન્ય હરી ભક્તોએ ખુબજ જહેમત પુર્વક ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરી હતી અને સૌ હરી ભક્તો મહાપ્રસાદ લઈ સુખિયા થયા હતા.

રિપોર્ટર અભય પંડ્યા બૌદ્ધિક ભારત મોડાસા

Comments (0)
Add Comment