વાવ સુઈગામ થરાદ દલિત સમાજ દ્વારા થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

ઉતર પ્રદેશમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉપર જાન લેવા થયેલા હુમલા બાબતે થરાદ પ્રાંત કચેરી ખાતે બહુજન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુબનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત અધિકારીને બહુજન સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું…ઉતર પ્રદેશના સહરાનપુર વિસ્તારમાં આઝાદ સમાજ પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉપર થયેલા હુમલાના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા જોવા મળ્યા છે ત્યારે વાવ ખાતે પણ બહુજન સમાજના આગેવાનો અને યુવાનોએ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ઉપર થયેલા હુમલાને પગલે થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું જેમાં વાવ સૂઇગામ થરાદ બહુજન સમાજના આગેવાનોએ હુમલાખોરોને પકડીને યોગ્ય સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યુ હતું જેમાં વાવ સૂઇગામ થરાદ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી બહુજન સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

રિપોર્ટર .રાણદાસ ધાદરા વાવ બનાસકાંઠા

Comments (0)
Add Comment