ધાનેરામાં ગેરકાયદે બાંધકામ મુદ્દે નોટિસ અપાઈપણ કાર્યવાહી નહીં

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પ્લાનથી વિરુધ્ધમાં થતાં બાંધકામ બાબતે પાલિકા આંખ આડા કાન કરતી હોવાથી લોકો રજૂઆત કરે ત્યારે પાલિકા બાંધકામ અટકાવવા નોટીસ તો આપે છે પરંતુ કોઇ કાર્યવાહી ન કરતા હોવાથી પાલિકાના અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થવા લાગ્યા છે. રૂડાભાઇ દેસાઇ ચીફઓફિસરે કહ્યું કે, અરજીઓ મળતા અમારા તરફથી આવા લોકોને નોટીસ આપવામાં આવી છે અને તે બાબતે તપાસ કરવા અમારા સ્ટાફને જણાવ્યું છે. તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેમ કહીને ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને જણાવેલ કે લોકો ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

શહેરમાં આડેધડ પરવાનગી વગર 100 ટકા બાંધકામ થવા લાગ્યા છે અને કેટલાક તો સરકારી જમીનમાં પણ બાંધકામ થાય છે તેમ છતાં પાલિકાની નજરે આ કામ દેખાતું ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જગાડવા માટે અરજીઓ આપે ત્યારે પાલિકા તે અરજદારના નામના સંદર્ભે જે તે બાંધકામ કરનારને નોટિસ આપે છે.

Comments (0)
Add Comment