રિપોર્ટર પ્રકાશ ધોબી ટીંટોઈ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને ટીંટોઇ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, ટીંટોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કોમલ રાઠોડ દ્વારા મુખ્ય બજારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજી, રસ્તામાં અડચણરૂપ પાર્ક કરેલા મોટર સાયકલ માલિકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો. અન્ય બે મોટર સાયકલો સીઝ કરાઈ. આડેદર પાર્ક કરેલ વાહન માલિકોમાં ફફડાટ વ્યાપ્યો. ટ્રાફિકની સમસ્યાને લઈ પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીથી વેપારીઓમાં ખુશીનો માહોલ