અરવલ્લી જિલ્લાના:ભિલોડા તાલુકાના ખોડંબા પ્રાથમિક શાળામાં ટીડીઓની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ યોજાયો

રિપોર્ટર રસિક પટેલ બૌદ્ધિક ભારત ભિલોડા

ભિલોડા તાલુકાના ખોડંબા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં ભિલોડા ટીડીઓ એ.જે.પટેલની અધ્યક્ષતામાં પ્રવેશોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ખોડંબા ગામના સરપંચ ગીરીશભાઈ પટેલ,ગ્રામપંચાયતના કારોબારી સભ્યશ્રીઓ, એસએમસી કમિટી,ગ્રામજનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.ટીડીઓ સાહેબશ્રી હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ કર્યું હતું.

Comments (0)
Add Comment