ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જતા હોઈ છે ત્યારે સંત રવિદાસ સેવા ગ્રુપ અને વડગામ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અંબાજી પગપાળા જતા યાત્રિકોને ૫૧૦૦ મિનરલ પાણીની બોટલો વિતરણ કરાઈ હતી આ સાથે વડગામ તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી જશુભાઈ ચૌહાણ, સંત રવિદાસ સેવા ગ્રુપના પ્રમુખ રાજેશકુમાર એલિયા, વિજય વાલમિયા, રણજીતસિંહ ભાટિયા ,મિથુનભાઈ રાઠોડ, અજુ સિંધી, ધવલરજ પરમાર વગેરે સહયોગી બન્યા હતા તમામ ટીમની કામગીરીને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી તેમજ બનાસ ડેરી ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા