રિપોર્ટર નરેશ ડી વ્યાસ બૌદ્ધિક ભારત ડીસા
આજરોજ તારીખ 13/ 6/ 2023 ના રોજ વિરુણા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી શ્રી નાયબ કલેક્ટર ડીસા કુચાવાડા ડેલીગેટ રાજાભાઈ કુચાવાડા સી.આર.સી બીજલભાઇ બાઇવાડા સી.આર.સી શ્રી જશુભાઈ તલાટી કમ મંત્રી વીરોના સરપંચશ્રી જામાભાઈ ગ્રામસેવક શ્રી આચાર્ય શ્રી શાળાનો તમામ સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થિતિમા યોજાયો. બાલવાટિકામાં નવીન પ્રવેશ મેળવનાર બાળકોને કંકુતિલક અને પુષ્પવર્ષા કરી સ્કૂલબેગ, તથા શૈક્ષણિક કીટ આપી, મોં મીઠુ કરાવી નવીન પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધોરણ 1 થી 8 માં એક થી ત્રણ નંબરે ઉત્તીર્ણ થયેલ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી શાંતિભાઈ અને નીતિનભાઈ એ પધારેલ મહેમાનોનું શાબ્દિક તથા ચોપડા, ફુલછડી અને સાલથી સ્વાગત કર્યું હતું.આચાર્યશ્રીએ પ્રવેશોત્સવ માટે પ્રોત્સાહન આપી દાતાઓ તૈયાર કર્યા હતા. જેમાં તિથિભોજનના દાતા વીરુના પ્રાથમિક શાળા સ્ટાફ તેમજ મધ્યાન ભોજન સંચાલક શ્રી રહ્યા હતા. ઇનામના દાતા, સ્કૂલબેગ ના દાતાઓ તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યું હતું.બાલ વાટિકા અને ધોરણ એક ના બાળકો માટે બેગ અને સ્લેટના દાતા ભુરાભાઈ મશરૂભાઈ ખટાણા તરફથી 40 બેગ સ્લેટ અને પાર્ટી પેન અને ધોરણ 1 થી 8 ના 300 બાળકોને ત્રણ ત્રણ નોટબુકના દાતા ચોકસી દેવચંદભાઈ ખેમાજી ડીસાના સ્મરણાર્થે રોહિતભાઈ અને કલ્પેશભાઈના હસ્તે મળેલ હતી તથા ધોરણ એક થી આઠમો પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી ચોપડા અને પેન તથા પ્રવેશોત્સવના દિવસે રસ પુરી અને શાક ના દાતા શાળાના સમગ્ર શિક્ષકો અને એમડીએમ સંચાલક તરફથી આ આપવામો આવ્યું હતું. તમામનો વીરુના પ્રાથમિક શાળા પરિવાર ખુબ ખુબ આભાર માને છે આ પ્રસંગે ગામના સરપંચ શ્રી, એસએમસી અધ્યક્ષ શ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાંત કલેકટર સાહેબ શ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શાળામાં બાળકોને દૂર દૂરથી લાવવા માટે ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રાન્સપોર્ટ સ્ટેશન પ્રસ્થાનમાં એસડીએમ સાહેબ ડેલિકેટ રાજાભાઈ સી.આર.સી બીજલભાઇ ગામના સરપંચ અને શાળાના તમામ સ્ટાફ તરફથી સરકારશ્રીનો ખુબ ખુબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કર્યો હતો .અને દાતાશ્રીઓ તથા ગ્રામજનોના સહયોગ અને શાળાના ઉત્સાહી સ્ટાફની ભારે જહેમતથી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો