સુંઢા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર જગતસિંહ સોલંકી પાલનપુર

પાલનપુર તાલુકાના સુંઢા ગામ ખાતે આવેલી સુંઢા પગાર કેન્દ્ર શાળા ની અંદર મંગળવાર ના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે સુંઢા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં તેમજ આંગણવાડી અને ધોરણ એક માં પ્રવેશ મેળવતાં નાના ભૂલકાઓને હર્ષભેર શાળા પરિવાર તેમ જ આવેલ મહેમાનો દ્વારા સ્વાગત કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો જેમાં દાતાઓ દ્વારા શાળામાં પ્રવેશ લઈ રહેલા નાના ભૂલકાઓને બેગ સહિત સ્ટેશનરી આપવામાં આવી હતી સાથે જ બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ બાળકોનું આરોગ્ય તપાસ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સુંઢા ગ્રામ પંચાયતના સરપંચ મનુભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમમાં સુંઢા એસએમસી ના અધ્યક્ષ શૈલેષ ભાઈ ઠાકોર, આરોગ્ય કાર્યકર ભગતસિંહ તેમજ શાળાના શિક્ષણ ગણ અને બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે જ શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Comments (0)
Add Comment