રામનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો

રિપોર્ટર :– મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ

રામનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે તાલુકાના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબ તથા લીફ ફાઉન્ડેશનમાંથી શ્રીમતી રેણુ પાંડે મેડમ (પંજાબ નેશનલ બેંક બેંકર ) શ્રીમતી અંજલીબેન શ્રીસ્વાસ્તવ મેડમ, કમલેરા મીગા મેડમ તથા તાલુકા શિક્ષણાધિકારી ધર્મેન્દ્રસિંહ સાહેબ, સરપંચ અને ભૂતપૂર્વ સરપંચશ્રીઓ અને શાળાના આચાર્ય શ્રીમતી છાયાબેન ઠાકર તથા તમામ સ્ટાફગણ સાથે લીફ સંસ્થાના શિક્ષક શ્રી કિરીટભાઈની ઉપસ્થિતિમાં બાલવાટિકા અને ધોરણ-૧ માં કુલ ૧૭ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. આ શુભ પ્રસંગે દાતાશ્રીઓ તરફથી બાલ વાટિકાના બાળકોને રમકડાની કીટ અને ધોરણ – ૧ના બાળકોને કંપાસ બોક્ષ સાથે ક્લર બોક્ષ જેવી ભેટ વિતરણ કરવામાં આવી. સાથે મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા બદલ શાળાના શિક્ષીકા શ્રીમતી હેતલબેન દ્વારા મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Comments (0)
Add Comment