દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના રાતડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર જશવંતભાઈ ડી ડાયરા દેવગઢ બારીયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રાતડીયા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો. આ પ્રવેશ ઉત્સવમાં કાળીડુંગરી સી.આર.સી કોર્ડીનેટર કામિનીબેન પટેલ તથા રાતડીયા સરપંચ શ્રી રમીલાબેન સવાયા સૌરમસિંહ તથા માજી સરપંચ શ્રી સવાયા બળવંતસિંહ નાયકા ભાઈ તથા ભારતભાઈ તથા ગામના અગ્રણી મગનભાઈ પટેલ ના હસ્તે 25 જેટલા બાળકોને ધોરણ 1 તથા બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો તેમજ રાતડીયા પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 8 ના 18 જેટલા તેજસ્વી તારલાઓનું કોળી સમાજના નીડર એવા સવાયા ધર્મેશભાઈ બળવંતભાઈ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું તથા સરપંચ શ્રી તરફથી પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

Comments (0)
Add Comment