ધાનપુર કોટબી શાળામાં 133 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર ની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો

રીપોટર કિશન મોહનીયા સાથે રમેશ દહમા બૌદ્ધિક ભારત ન્યુઝ ધાનપુર

ગરબાડા 133વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર અને ખલતા જિલ્લા સીટ ના જિલ્લા સભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા તેમજ આંબલી મેનપુર સીટ ના તાલુકા સભ્ય શ્રી રતનભાઈ ખલતા તાલુકા સભ્ય શ્રી રમણભાઈ તથા પી એસ સી મેડીકલ ઓફિસર શ્રી તથા સીડી પી ઓ બેન તથા પ્રથમ નાગરિક સરપંચ શ્રી ની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કોટબી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા માં અને ધોરણ1 માં પ્રવેશ પામનાર બાળકોનું નામાંકન કરાવ્યું
આ અવસરે તેઓ ના પ્રવચન માં ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોર એ જણાવ્યું હતું કે રાષ્ટ્રના ભાવિ નાગરિક એવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રથમ દિવસ યાદગાર બની રહેશે તેમ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોરે એ ઉમેર્યું ઈશ્વરે દરેક બાળકને ભેટ રૂપે વિશિષ્ટ કલા આપેલી છે બાળકની રુચિને પારખી તેના કૌશલ્યને કેળવવું એ શિક્ષકની નૈતિક ફરજ છે. શિક્ષકોના ભાગીદારીથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. ના થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે જેથી માતા-પિતાએ બાળકને અભ્યાસુ વ્યવહારુ પ્રમાણિક અને સંસ્કારી બનાવવાનું બીડું ઝડપી બાળકોના નિયમિતપણે શાળાએ મોકલવા સંકલ્પ બંધ બને એમ તેઓના સંબોધનમાં ઉમેર્યું, કોટબી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી એ જણાવ્યું કે શાળામાંથી કોમન એન્ટેસ ટેસ્ટમાં પ્રથમ નંબરે પાસ કરનાર વિદ્યાર્થીઓ એ શાળાનું ગૌરવ વધારેલ છે તે વિદ્યાર્થીઓ ને ધારાસભ્ય શ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હોશિયાર તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ ને ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઇ ભાભોરે પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી એ આભાર વિધિ પૂર્ણ કરી

Comments (0)
Add Comment