આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કઠલાલ ખાતે લાભાર્થી સંમેલન યોજાયું.

રિપોર્ટર :મનોજસિંહ સોલંકી કઠલાલ

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કઠલાલ ખાતે નરેન્દ્ર મોદી સાહેબના ૯ વર્ષ સુશાસનના ઉજવણી નિમિત્તે લાભાર્થી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે કપડવંજ વિધાનસભા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, મહામંત્રી રાજેશભાઈ પટેલ, કઠલાલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પરમાર, કઠલાલ તાલુકાના સરપંચશ્રીઓ, તાલુકા સદસ્ય શ્રીઓ, ભાજપના સૌ હોદ્દેદારો ,કાર્યકર્તા મિત્રો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલાએ ભારતીય જનતા પાર્ટી ની સરકારના વખાણ કરતા નવ વર્ષમાં થયેલા વિકાસના કામો અંગે લોકોને માહિતગાર કર્યા તેમજ મોદી સાહેબની સરકારની યોજનાઓનો લાભ લેવા સૌને માહિતગાર કર્યા. તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પાંચ લાખ થી વધુ લીડ થી વિજય બનાવવા વિનંતી કરી .

Comments (0)
Add Comment